તમે આવો આંગણ તો તહેવાર જેવું લાગે.
હૃદયનું પુલકવું એ તો આવકાર જેવું લાગે.
લાગે નયનની સાર્થકતા રૂપમાધુરી નીરખી,
ધન્યતા જીવનની કોઈ આધાર જેવું લાગે.
ઝૂમી ઊઠ્યા કર્ણો ઝાઝરના રણકાર થકી,
પાંપણનું એ ઢળવું કોઈ સ્વીકાર જેવું લાગે.
મંદમંદ સ્મિત મનને હરનારુંને માદક વળી,
ગાલે સુંદર ખંજનો કોઈ સિંગાર જેવું લાગે.
સ્વર્ગથી ઊતરી આવી કોઈ પરી સમી તુંને,
તારા સહવાસે મને કોઈ અવતાર જેવું લાગે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.