Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ કાયામાંથી હંસલો રે
ઓચિંતાનો ઉડી જાશે,

કોણ જાણી શકે કાળને રે
વાણું કાલે કેવું વા’શે...

તારા મોટા મોટા બંગલા રે,
મોટરને વાડી ગાડી,

તારી માયા મૂડી મેલીને રે
ખાલી હાથે ચાલ્યો જાશે... ૧

તારો દેહ આ રૂપાળો રે
નહીં રાખે ઘરમા ઘડી,

તારો પંખીડાનો માળો રે,
પળમા પીંખાઈ જાશે... ૨

તારી સાચી ખોટી વાણી રે,
રહેવાની આ દુનિયા માંહી,

તારા સગાં વહાલાં સૌએ રે,
થોડા દિ’મા ભૂલી જાશે... ૩

તને મળ્યો રૂડો મનખો રે,
બાંધી લે ને ભવનું ભાથું,

તને બિંદુ કહે હરિનામથી ફેરો તારો સુધરી જાશે... ૪

Gujarati Religious by બાબા સત્સંગી : 111605199
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now