ખેલ છે પૂતળા નો, માટીની કમાલ માં
નાચી લેવું આંગણે , ટેઢી મેડી ચાલ માં.
દિલને ઈચ્છા છે કરી લે મોજ મસ્તી પછી,
છે જ કુરબાની હકીકી, હોંશ ને હાલ મા.
છોડી ઉસુલો ને, ઝલક પામી લેવી પડે
હાલ છે એવો ફકીરી નૂર જમાલ માં.
રંગ એ નૂર માં,સજાવી છે મહેફિલ અહીં,
દિલ દારી મસ્તી , આનંદિત રહે તાલ માં.
દિલ માં દર્દ ને, ઝખ્મો છે આનંદ ખરે,
હા કદાચિત મરહમી, કોઈ કમાલ માં.
-મોહનભાઈ આનંદ