હોય અહીં જો પગ જમીન પર,
ગગન આ હૈયામાં રાખી શકાય.
મજાનો હોય જગે આ માણસ,
પછી જ ઉદાહરણ સાખી શકાય.
હટી જાય ચહેરા પરના મોહરા,
ભાવ સહેલાઇથી ભાખી શકાય.
આપવાનો વિચાર અનુભવાય,
મનમાં હર હમેંશ નાખી શકાય.
ને, મળે ભીતર જરાક શંકર જેવું,
હળાહળ આ વિષ ચાખી શકાય.
રચના: નિલેશ બગથરિયા
"નીલ"