સાચા સાધુ અેમ કરી અોળખાય
હરી રસ પીવે ને સૌને પાય
સાગર જેવા દિલડા જેના
કોઈ દી ના છલકાય
ઝેરના ઘુટડા જીરવી જાણે પછી અમરૂત સૌને પાય
સાચા સાઘુ...
છિપલામાંથી છુટા પડી મોતી પારખ પાછે જાય
વિધણુ લઈ અેને વિધી નાખે પછી મુગટમાહી મઢાય
પથરા સંગે હિરો પડયો અેની કિમત ન હંકાય
ઝવેરી અેની માથે ઝુલમ કરે પછી ખમેઈ ધણના ધાવ
સોના જેવા સુધ સંતો અગનીમા હોરાય
કસોટી ટાણે અોછા ન ઉતરે ને સોયે ટચના સદાય
ગુરૂ પરતાપે છેલા કહે છે સંગ અેનો સુખદાય
સતસંગ અાવો સાપડે તો ભાગ્ય રેખા પલટાય
સાચા સાધુ અેમ કરી અોળખાય
હરી રસ પીવે ને સૌને પાય
હરહર મહાદેવ