Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓ વ્હાલમ મારા આજ જલ્દી ઘરે આવજો,
તારી સાથે પેલા નટખટ ચાંદ ને પણ લઈ આવજો,
રોજ તમે બન્ને સમયસર આવીજ જાઓ છો,
તો કેમ આજના જ દિવસે આટલું તડપાવો છો,
તમને જો લાગતુ હોય કે,
નથી જોતી હું તમારી વાટ,
તો તમે બન્ને ખુદને ખોટું ભરમાવો છો,
દિલ થી ઇન્તજાર કરુંછું રોજ જ તમારો આવવાનો,
કદાચ જાણીબૂઝીને તમે મને આમ રોજજ તડપાવો છો,
પણ આજ ના કરો આમ શૈતની તમે મુજ સંગ,
સવારથી ભૂખી તરસી બેઠી છું ઇન્તજાર માં તમારી,
ખબર છે મને તમે બન્ને આજ બઉજ્ ભાવ ખાવ છો,
માંગીશ આજ તમને સાત સાત જનમ માટે,
ક્યાંક એવું તો નથી ને કે હવે તમે પછતાઓ છો,
જો હોય એવું તો વિચાર મનના કાઢી નાખજો,
મુજથી સારી બીજી મલે નહી હવે તમને,
એવું તમારા મનને સમજાવજો,
નખરા હવે વધારે કરશો નહિ,
નહીતો ઊંધા ખર્ચે પછતાવસો,
કકડીને ભૂખ લાગી છે વ્હાલમ હવે આજ જલ્દી ઘરે આવજો,
પેલા નટખટ ચાંદ ને પણ લઈ આવજો.
B+ve
Happy karvachoth 🙏🙏

-Krishna

Gujarati Blog by Krishna : 111603318
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now