અજવાળું ફેલાવો....ચારેકોર;
ઉજાસ રેલાવો........ચારેકોર;
કોંક્રીટના જંગલ બહુ ફેલાવ્યાં,
હરિયાળી લહેરાવો...ચારેકોર;
નફરતનું તમસ છવાયું જગ પર,
હવે પ્રેમ દિપ પ્રગટાવો..ચારેકોર;
સુખ દુઃખ અભિન્ન અંગ જીવનના,
તો ખુશહાલી ફેલાવો....ચારેકોર;
ચડતી પડતી તો આવે જીંદગીમાં,
આત્મવિશ્વાસ જગાવો..ચારેકોર;
માનવ જન્મ આપ્યો ભગવાને તો,
દયા ભાવના દર્શાવો......ચારેકોર;