વ્યસ્તતા થી ભરેલ આ જીંદગી માં,
બાળપણની રમતો ફરી તારી સાથે હું રમું;
મહેફિલની મિજબાનીઓ ઘણી માણી,
ભાગ પાડી બે કોરિયા તારી સાથે હું જમું;
તારા સુખની કામના હમેશાં હું કરતો,
ઈશ્વરના ચરણોમાં સમર્પિત નખશિખ નમું;
જો આવી પડે કોઈ દુખ તારા પર,
તો, બધાં દુખો સામે ઢાલ બનીને હું ખમું;
આવે જો કોઈ કપરી પરિસ્થિતિ,
બસ એકજ અવાજે તારો હાથ હું થામું;
પરવા નથી કોઈને ગમું કે ના ગમું,
જીવનભર મારા જીગરી મિત્રોને હું ગમું;