મંથન પછી સમજાયેલી વાત છે
જીવનમાં હવે તો અનેરી ભાત છે.
વલણ સમાધાનકારી હમેશા રહ્યું
ખુશીઓ હવે તો પૂરા દિન સાત છે.
થયું છે બીજા માટે પણ કાર્ય જગે
માટે કહી શકશો માણસની નાત છે.
થકવી નાખે દિવસભર આ મહેનત
પછી જ જુઓ નીંદર ઘૂંટતી રાત છે.
ને,નીકળાય નહીં જો સમયે કદી પણ
પછી તો મળતી નિષ્ફળતાની લાત છે.
રચના: નિલેશ બગથરિયા
"નીલ"