🙏🏻
તોરલ કહૅ જાગી જજો
આ છે મૃત્યુ લોક
જન્મ જાય નહિ ફોક
ભજન કરો બહુ ભાવથી
તોરલ કહૅ તક સાધજો
મોંઘી માનવ જાત
ભજન કરો દીન રાત
જનમ મરણ ના ફેરા ટળે
તોરલ કહૅ જાણે બધા
આ છે મૃત્યુ લોક
મમતાળા માયા તણા
ફાફા મારે ફોક
તોરલ કહૅ એને તપાવતા
પરખાયે સ્વભાવ
પિતળીયા પલટાય છે
કનક ન પલટે સ્વભાવ
👏🏻