Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સહજ મન શીતળ , ઉત્તુંગ શિખરે પહોંચે,
હ્દય ઉદધિ છલકતો નયન દ્વાર સુધી પહોંચે;

વિશ્રાંતિ પામવી છે જ,અતિ દોહ્યલું વિશ્વમાં,
પામ્યા ભીતર મલકતો , આનંદ સુધી પહોંચે;

ગજબ ઉથલ પાથલ થાય, રાજનીતિ માંહી,
કૂટનીતિ માં ભટકતો , એ તાજ સુધી પહોંચે;

દિલમાં દિવાનગી અતિ નીકળ્યા ખૂબ મોજ માં,
જામ છે છલકતો દિલમાં, હકીકી સુધી પહોંચે;

પહેચાન ખૂદની ખોજતો રહ્યો ,દેહ‌ અધ્યાસ માં,
ગુરુ જ્ઞાને અટકતો, ચૈતન્ય પ્રકાશ સુધી પહોંચે;

પરવાના જેવી હયાતિ છે, નૂરાની મહોબતમાં,
અંધારી રાતે ઝલકતો,ખૂદ શિકારી સુધી પહોંચે;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111601379
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now