સવાલો ની મથામણ માં તો જવાબો ની અથડામણ માં,
પંચ ની પંચાયત માં તો વાતો ની વતેસર માં,
મેળ ના મેળાપ માં તો વિદાય ના વિલાપ માં,
આક્રોશ ની નદી માં તો શાંતિ ના સમુંદ્ર માં,
વિચારો ના વિશ્લેષણ માં તો કલ્પનાઓની દુનિયા માં,
સ્વપ્નો ના ગર્ભ માં તો ચિંતા ની ચિતા માં,
મહેનત ના કર્મ માં તો હરીફાઈ ની હોડ માં,
પ્રેમ ના પ્રવાહ માં તો વેર ની અગ્નિ માં,
ખુશીઓના કલરવ માં તો કંકાશ ના કકરાટ માં,
ગર્વ માં અભિમાન માં તો ભ્રમ ના ઘમંડ માં,
આઝાદી ની મોજ માં તો ગુલામી ના દબાવ માં,
શ્વાસ ની સુવાસ માં તો અંતિમ અશ્રુ માં,
મનુષ્ય ના દેહ માં તો આત્મા થી પરમાત્મા માં.
-Kirtipalsinh Gohil