દુરસ્ત કરતી હળવી, મુસ્કાન મળી જાય
યારાના સફર અદભુત આમ મળી જાય;
સ્વપ્ન શીલ છે, ફક્ત જીંદગી હકીકતમાં,
હયાતિ માં જાગૃત કોઈ ,નામ મળી જાય;
ભાવભીનું સ્વાગત છે, લાગણીમાં તણાઈ,
તાણાવાણા જોડતુ એક ,ગામ મળી જાય;
વરણાગી છે સ્વભાવિક ,મનની મુરાદ અહીં,
સૌંદર્ય મુર્તિ ગજબ એવું , ઠામ મળી જાય;
આનંદ લહેરમાં જ રહેવું, મહેંક પ્રસરાવીને,
ફુલો જેવા અસ્તિત્વનું એક,ધામ મળી જાય;
-મોહનભાઈ આનંદ