કાશ હોય મારી પાસે એક જાદુઈ અરીસો,
જે બતાવે મને તારુ મારુ પ્રતિબિંબ સાથે....
ઉભી હોઉ હું એની યાદોમાં સામે જ્યારે,
ત્યારે નિહાળે મને એ પ્રેમભરી નજરે....
જોતી હોઉ એને પ્રેમભરી નજરે જ્યારે,
ત્યારે આવી આપે હળવું આલિંગન મને....
આપે મને પ્રેમભર્યું આલિંગન જ્યારે,
ત્યારે બને સાક્ષી મારા પ્રેમનાં પ્રતીક રૂપે....
બને મારા પ્રેમનું અજોડ પ્રતીક જ્યારે,
ત્યારે બંનેને સાથે હોવાનો આભાસ કરાવે.....
કાશ હોય મારી પાસે એક જાદુઈ અરીસો,
જે બતાવે મને તારુ મારુ પ્રતિબિંબ સાથે....
-Rajeshwari Deladia