દુનિયા હવે અજીબ લાગે છે,
જેને નજીક સમજતી હતી એ પણ હવે માઈલો દૂર લાગે છે..
જાણતા-અજાણતા હાથ ની પકડ ક્યારે ઢીલી થવા લાગી, ખબર જ ન પડી,
પણ હવે એ ક્યારેય ફરી નહીં મળે તો? એવું વિચારતા પણ ડર લાગે છે..
આમ તો સંબંધ અલગ જ હતો/છે અમારો,
એટલે જુદાઈનું કોઈ સ્થાન જ ન હોય એવું લાગે છે..
પરંતુ.. "જીવન માં કશું જ કાયમી નથી" એવું લોકો કહેતા તો હતા,
ધીરે ધીરે હવે એ સત્ય થવા લાગ્યું હોય એવું લાગે છે..
આમ તો હવે આદત પડી ગયી છે બધાને ખોવાની,
પણ છતાંય હવે બીજાની સામે જોતા પણ ડર લાગે છે..
કારણકે..ફરી કોઈ જીવનમાં આવશે..હસાવશે.. અને છેલ્લે રડાવીને જતું રહેશે,
એ આઘાત સહન કરવાની શક્તિ ના રહી હોય એવું લાગે છે..
~ રુચિતા ગાબાણી