એ ચા નો દિવાનો છે ,
પણ મને તો કોફી ખાસ ગમે..,
એને ભાવે તીખા ભજીયા,
અને મને ગુલાબ જાંબુની મીઠાશ ગમે.
એને જોવી ક્રિકેટ મેચ ગમે
અને સાંભળવા ન્યુઝ ચેનલ ગમે,
મને ગમે રોમેન્ટિક મુવી જોવું ,
અને સાંભળવા જગજીત ની ગઝલ ગમે.
મને એની આંખોનુ ઊંડાણ ગમે ,
અને તેને મારી આંખોનું અંજન ગમે.,
મને ગમે તેની ફ્રેન્ચ કટ દાઢી ,
અને તેને મારા ગાલનુ ખંજન ગમે.
મને ગમે તેના વિચારો,
અને તેને મારી વાત ગમે..,
તેને ગમે દિવસ સોહામણો ,
અને મને ચાંદની રાત ગમે.
-Dipu Patel