દરવાજે ઊભી હું શીદને, કોણ આવશે જેની મને વાટ છે??
સાંજ પડે આંખો તલસે , રામજાણે કોઈનો એને થાક છે ?
ઊંબરો મને કહે, ઘડી ભર બેસી જા..બાવરી
પાયલ છંછેડાઈ ને આ લટ પણ ગાલે ઉમટી કાં?
આંગણે છલકાવી ઉદારતા, ઢોલિયો ઢળ્યો જાતે..
મનડું મારું ના પાડે, આ હૈયે ઓચિંતો ધબકાર કાં?
કોઈ આવ્યું ને ટપક્યું આંસુ, પુછ્યાં મને હાલ મારા,
એ પણ વળગી પડયો મુજને, બોલ્યો દરવાજા ખુલ્લા કાં?
તારા સમ વાયરો ને ડાયરો, નથી પ્રવેશ્યા આ દિલમાં
તારી વાટે જ ટક્યું જીવન ને તું પૂછે કે દરવાજા ખુલ્લા કાં?