ઉઠીને સામે તારો ચહેરો જોવાની આશ છે,
સપનાંની દુનિયામાં તુજ સંગ પ્રિતની આશ છે...
સવારે ઊઠીને તારા સ્પર્શને માણવાની આશ છે,
સપનાંની દુનિયામાં બસ તારા જ સાથની આશ છે...
રોજ પ્રેમથી માથાને કરાતા સ્પર્શની મને આશ છે,
સપનાંની દુનિયામાં તારા જ આલિંગનની આશ છે...
રોજ તારી જોડે કરાતા મીઠાં ઝગડાની આશ છે,
સપનાંની દુનિયામાં પ્રેમથી મનાવવાની આશ છે....
-Rajeshwari Deladia