"સિંદૂર"...સ્ત્રીનું વિશ્વ....
માન છે,અભિમાન છે,ગુરુર છે,
નારીનું સ્વાભિમાન છે....
ત્યાગ છે,સમર્પણ છે,ગૌરવ છે,
સ્ત્રીની પહેચાન છે...
પ્રેમ છે,વિશ્વાસ છે,કર્તવ્ય છે,
નારીનું સમર્પણ છે....
સુહાગની નિશાની છે સિંદૂર.
એ શૃંગાર નહિ એક સન્માન છે...
જવાબદારી છે,બલિદાન છે,
સિંદૂરથી જ નારીનું અસ્તિત્વ છે....
-ભૂમિ ગોહિલ