રાત્રી છે દિવસનો પૂર્ણવિરામ,
મીઠી નિંદર સાથેની મુલાકાત,
સ્વપ્નોના વણજારની રાત,
મારી ઊંઘ પછીની સ્વપ્ન દુનિયા,
સ્વપ્નની દુનિયા હોય મસ્ત,
કલ્પના શક્તિથી ઉડવાનું,
આખું બ્રહ્માંડ ફરવાનું,
આત્માને કઈ ન લાગવાનું,
આખી દુનિયા ફરવાની,
નવું કઈ ન જાણવાનું,
પ્રેમ નાં સ્વપ્નાં જોવાના,
અહેસાસ કદી ન હોવાનો,
ઉંચા મહેલો બાંધવાના,
રહેવા એમાં નહીં જવાના,
પંખીની જેમ ઉડવાના,
પાંખો નહીં જોડી શકવાના,
ઊંઘમાં સ્વપ્નોમાં ફરવાના,
સુતા સુતા જ ઉઠવાના.
સ્વપ્નું, સ્વપ્નુંજ રહેવાનું,
કાલ્પનિક વાસ્તવિક ન થવાનું.
""અમી""