#navratri
#kavyostav
ઢમ ઢમ ઢમ ઢોલ વાગે
ચારેઓર મીઠો કલશોર ગાજે
અંધારી રાતલડી રોશનીથી ઝગમગે
દિવડાના પ્રકાશથી મનોરમ્ય દ્રશ્ય સજે
તાળીઓના ગળગળાટથી શેરીઓ ગાજે
ખેલૈયાઓના ઉત્સાહથી ધરતી ધણઘણે
ગરબાની સુરાવલીઓ ચારેઓર ગુંજે
માઁ જગદંબાના નાદથી સૌ હૈયા હિલોળે ચડે
નવે નવ રાત્રી એવો ઉત્સવ જામે
સંભારણું લઈ એનું પૂરું વર્ષ હોંશભેર જીવે
માઁ જગ જનની કલ્યાણ સૌનું કરજે
રૂપ લઈ નવા નવા બાળકોની વહારે આવતી રહેજે