રાવણ નો અંત જરૂરી હતો..!
પણ શું એ માટે સીતાનું જ અપહરણ જરૂરી હતું..??
સદીઓથી સ્ત્રીને એક ઓબજેકટ તરીકે જોવાઇ છે. સુરપંખાના અપમાન સામે રાવણે સીતાને ટાર્ગેટ બનાવી..શા માટે?? કોઈ રાજાને ખુશ કરવા સ્ત્રી, કોઈ ગરીબની મજબૂરી નો ફાયદો ઉઠાવી એમની બેન દીકરીઓને વેચવામાં આવેછે..
આ બધું આજદિન સુધી ચાલતું આવ્યુ છે. સ્ત્રીની સ્થિતિમાં આંશિક જ સુધારો થયોછે. પણ દરેક જગ્યાએ સ્ત્રીને વાસ્તવિક સન્માન આજદિન સુધી મળ્યું નથી.. ક્યારેક દહેજના નામેં લગ્ન જેવા પવિત્ર સંબંધને નામે પણ સ્ત્રીને હોમી દેવામાં આવેછે. ક્યારેક જોબ પર ભેદભાવ.
કોઈ સ્ત્રીને છડેચોક લૂંટીને જાતપાતના દંભીઓ પોતાનો ઈગો સંતોષે છે.. આ બધું ક્યાં જઈને અટકશે?
શુ સ્ત્રીને એનું સાચું સન્માન મળશે??
#સન્માન # દશેરા #નવરાત્રી