કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...
કેવી અદ્ભુત રચના કરી છે મારા શરીરની...!!
213 હાડકાં...
કેટ-કેટલા સાંધાઓ...??
નહીં કોઈ સ્ક્રુ કે નહીં કોઈ નટ-બોલ્ટ...!!
સાવ છુટ્ટા...
છતાં જોડાયેલા જ રહે છે...
કઈ રીતે રહે છે...??
કંઈ ખબર નથી પ્રભુ.... !
આખા શરીરને આ ચામડીનું કવર
કેવું ચડાવ્યું છે પ્રભુ....!
કેટલું નાજુક... !
છતાં કેવું સંરક્ષક પડ...!
ટાઢ,તાપ,વરસાદમાં શરીરનું રક્ષા-કવચ...!
વળી, કેવી અદ્ભુત રચના છે ચામડીની...???
સાંધો નહીં...સિલાઈ નહીં...!! વળી,
શરીરનો જેમ જેમ વિકાસ
થાય તેમ તેમ આ ચામડીનું
કવર પણ મોટું થાય....
અને, શરીર દુબળું થાય તો નાનું થઈ જાય...!!
કઈ રીતે થતું હશે આ....!!
કંઈ ખબર નથી...
ચામડી તો એની એ જ...
પણ,
ઠંડી, ગરમીની સંવેદના અલગ-અલગ...
કઈ રીતે થતું હશે આ...??
કંઈ ખબર નથી...
મને એક જ ખબર છે પ્રભુ,
કે,
તારો મારા પર પ્રેમ છે...
કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ માટે...
આજના પવિત્ર દિવસે જગતનિયંતાને પ્રાર્થના કે,
હે પરવરદિગાર !
મને મારા ભાગ્ય મુજબ કણ આપજે,
હિંમતભેર ચાલી શકું તેવા ચરણ આપજે,
હંમેશાં કોઈનું સારું કરી શકું તેવું આચરણ આપજે,
અને
સદાય મુખ પર સ્મિત ને હૈયે તારું સ્મરણ આપજે,
થાકી હારી જાઉં ત્યારે
તારું શરણ આપજે.
🙏🙏🙏🙏🙏
મનુષ્ય ગૌરવ દિવસની શુભેચ્છાઓ...