Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું બીજું કશું ના જાણું, પ્રભુ કૃપા તારી.
હું હરિરસને બસ માણું, પ્રભુ કૃપા તારી.

નયન મારાં કરે દીદાર મનમોહન માધુરી,
મારે એક હરિનું ઠેકાણું, પ્રભુ કૃપા તારી.

જનેજનમાં તું વસનારો ઘટઘટમાં વાસી,
મને ગમતું તારું જ ગાણું, પ્રભુ કૃપા તારી.

રસના મારી કરે કિર્તન જપે નિરંતર નામ,
હરિભજનનું હો ખાણું, પ્રભુ કૃપા તારી.

કૈંક ભક્તોને તાર્યા તારી કરુણા વરસાવી,
તને હું ક્યા શબ્દે વખાણું, પ્રભુ કૃપા તારી.

બ્રહ્મ સત્ય જગત મિથ્યા ચારેકોર ગવાણું,
મને મોડેમોડેથી સમજાણું, પ્રભુ કૃપા તારી.

શ્રવણ મારા સાંભળે હરિકથાને ગુણગાન,
હરિ સ્મરણ જ સાચું નાણું, પ્રભુ કૃપા તારી.

જીવમાત્રમાં જગત્પતિ, નિર્જીવમાં હું ભાળું,
ઉરધબકારે તને હું પિછાણું, પ્રભુ કૃપા તારી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111595291
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now