"જે નિરાશા ને કદી જોતાં નથી,
તે આશા કદી ખોતા નથી,
અને
જે પ્રયત્નો પર જીવી જાણે છે,
તે કદી કિસ્મત પર રોતા નથી."
મિત્રો કહેવાયું છે કે આશા માં જીવન છે, જીવન માં આશા છે
આ સુવિચાર માં પણ કંઇક આવુ જ કહેવાયું છે કે જે વ્યક્તિ નિરાશાવાદી હોય છે તેં ક્યારેય સફળતાને પામી શકતો નથી. હકારાત્મક વલણ વાળા વ્યક્તિ દુનિયાની કોઇપણ મુસીબતો નો સામનો આસાની થી કરી શકે છે. એટલે જ કહેવાયું છે. " think positieve.."
કેટલાંક લોકો એવાં હોય છે જે કિસ્મત ને જ દરેક બાબત માટે દોષિત ગણતા હોય છે.ઉદાહરણ તરીકે વિદ્યાર્થી ને લઈ લો. જો વિદ્યાર્થી પરીક્ષામાં સફળ થવા માટે મહેનત જ નાં કરે અને કિસ્મત પર ભરોસો રાખી ને બેસી રહે તો ક્યારેય તેને સફળતા પ્રાપ્ત થતી નથી. સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડે છે.
એટલે જ કહ્યુ છે કે " પ્રયત્ન કરવાવાળા "ની ક્યારેય હાર થતી નથી..🙏🙏🙏🙏
-Rajeshwari Deladia