તારા વાળ માં મારી આંગળીઓ ફરતી મુકવી છે..
તારા સુંવાળા ગાલ પ્રેમથી ખેંચીને તે સ્પર્શ માણવો છે..
તને મારા હાથોથી જમાડવો છે અને જ્યારે તું મને તારા હાથેથી જમાડે, ત્યારે તારી આંગળીઓ ને બટકું ભરવું છે..
બટકું ભરવાથી તારી આંખોમાં આવેલા પાણી ને મારા હાથેથી લુંછવું છે..
જેના ખોળામાં તારો ઊંઘથી ભરેલો ચહેરો મૂકી તું નિશ્ચિન્ત ઊંઘી શકે, એ ભરોસો મારે બનવું છે..
ઊંઘમાં જે કાંઈ સપના જોઈને તારા ચહેરા પર જે સ્મિત આવે, તે મારે જોવું છે..
હાથો માં તારા પરોવીને હાથ મારો, આપડા નસીબ ની રેખાઓ સારખાવવી છે..
તારા ખભા પર ઢાળીને માથું મારુ, આપડી અલગારી દુનિયામાં આળોટવું છે..
આમાંથી કશું જ ના થાય તો કાંઈ નહીં, પણ તું બોલતો રહે અને હું તારી સામે અનિમેષ નજરે જોયા જ કરું એ ક્ષણ જોઈએ છે..
~ રુચિતા ગાબાણી