Gujarati Quote in Motivational by અમી વ્યાસ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

✅✅

હૈયે આજે
ખુબ અકળામણ થઈ,
અચાનક
બારી ઉપર નજર ગઇ.

એક ચકલીને
આનંદથી
ચિચિયારી કરતાં જોઈ.

અદેખાઈ થઈ
મને તેને આનંદિત જોઈ,
અનાયાસે જ
તેને વાત પૂછાઇ ગઇ.

કેવી રીતે
આટલી આનંદિત રહી શકે તું,
સદીઓથી
ફક્ત ચોખાની ચણ લઈ ?

વાત સાંભળી મારી,
એને મનુષ્યની વાચા થઈ.

રે ભલા આદમી,
બુદ્ધિ તો તને
અમારા કરતાં
અનેક ઘણી મળી ગઇ

પણ ઇચ્છાઓની
વણઝાર લગાવી તેં,
તેમાં તારી ખુશી રોળાઈ ગઇ.

મળ્યુ જે,
એ મોજથી માણી લે,
ભેગું કરવાની ઇચ્છા તજી દે.

સંતોષની
મૂડી તું સાચવી રાખ,
દેખા દેખીમાં ન ખોઇ દે.

હૈયાની
અકળામણ ઓછી કરી,

નાની સી ચકલી,
આર્ટ ઓફ
લિવિંગ શીખવાડી ગઇ.
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

Gujarati Motivational by અમી વ્યાસ : 111594404
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now