શમણાં જેવું જીવી, લેવાનું હોય છે,
ખૂલી આંખે ચોળી, લેવાનું હોય છે;
ટકતું કશુંયે ના , સુખ સમજો છો જેને,
તરંગોમાં સદાય વહી, જવાનું હોય છે;
મોજ મસ્તી મજાક હોય ,યુવાની માં,
કાળની કતારે લાગી રહેવાનું હોય છે ;
ક્ષણિક આનંદ છે, પરિવર્તન પ્રકૃતિ માં,
બદલાતા સંજોગે, બદલવાનું હોય છે;
માપતુ નથી કોઈ ,રસ્તો ઘર થી કબર નો,
યાત્રા છે જીવન ,પ્રવાસ કરવાનું હોય છે;
-મોહનભાઈ આનંદ