Gujarati Quote in Poem by Maitri Barbhaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કરી વર્ષોના વર્ષ પૂજા કાત્યાયની,
હવે છે જરૂર પૂજા તેમની કરવી,
જે અલગ અલગ સ્વરૂપે ખડે પગે રહે છે આપણી,
અને તેમ છતાં એ ચાહે જ્યારે સ્વતંત્રતા,
ત્યારે ઉઠાવે છે સમાજ સવાલો તેની સ્વતંત્રતા પર,
આટલો આધ્યાત્મિક દેશ આપણો તેમ છતાં સવાલો ઊભા છે જે સાક્ષાત દેવી બની ફરે છે તેની સુરક્ષા પર,
ચૂડી-બંગડી પહેરનાર હાથ છે મુક્ત,
અને કરી શકે ધારણ રૂપ જગદંબાનું,
માટે હવે રહે સાવધ મહિષાસુર,
કરીએ દર વર્ષે રાવણ દહન,
પણ ખુદની અંદર રહેલા ન કરી શકીએ દહન એ રાવણનું,
તો મહત્વ શું આ રાવણ દહન કર્યાનું?
વિજય હો પ્રાપ્ત દસેય દિશાથી એવી હો જિંદગી સૌની,
અને ખુશીઓની રહે રમઝટ સદા તેવી આશા સાથે નવરાત્રિની શુભકામના!

#નવરાત્રિ
#Navratri

Gujarati Poem by Maitri Barbhaiya : 111593863
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now