કોઈ સામે જ હોવા છતાં,
વચ્ચે કાંઈ અંતર તો છે;
મુખથી એ કાંઈ ના કહે,
પણ દિલમાં કોઈ વાત તો છે;
નજર કાંઈક એવી ઝુકાવી,
કાંઈ નહીં તો એક ઈશારો તો છે;
આંખો બંધ કરૂં છું ત્યારે,
પરોક્ષ પણ એક ચહેરો તો છે;
ભલે રહ્યા દૂર દૂર પરંતુ,
દિલમાં એના ખ્યાલ તો છે;
મળીશું કે નહીં ખબર નથી,
પણ એક અજીબ સબંધ તો છે;
મળી જાય છે એ હર મોડ પર,
મંઝિલ અમારી એક જ તો છે;
ચાલ્યા સાથે ભલે કદમ બે કદમ,
પણ હજુ એ સંગાથ તો છે;
ભલેને ના પહોચ્યા મંઝિલ સુધી,
હમસફર નહીં પણ એ હમ કદમ તો છે;
પ્રેમ હતો એ કે હતું એ આકર્ષણ,
પણ હજુ દિલમાં એની ચાહત તો છે;
દિલમાં હતો ફક્ત વસવાટ એનો,
આ દિલ એનો હજુ નિવાસ તો છે;
ખંડેર થઈ ગયું આ ખોળિયું હવે તો,
પણ શ્વાસ ચાલે છે એટલે જીવન તો છે;