નથી જોઈતો તારો સાથ ડગલે ને પગલે, પણ ઈચ્છું કે જ્યારે કોઈ ન હોય મારી સાથે ત્યારે તારો સાથ તો હોય જ.
કોઈ બાબત હતાશ કરે ત્યારે તારો સાથ હોય મને ઉત્સાહ અપાવવા,
જ્યારે કોઈ બાબતથી દુઃખી હોઉં ત્યારે તારો સાથ હોય મને જૂની યાદો તાજી કરીને ફરીથી ખુશ કરવા,
હંમેશા નહીં હશે તારો સાથ તો ચાલશે બસ જેવી ખબર પડે કે મને તારા વિના ચાલે એમ નથી ત્યારે વગર માંગ્યે જ આપજે તારો સાથ. ...