શરણે આવ્યો મા સિકોતેર સંભાળી લેજે.
હોય સંકટ ભલેને હજારો મા ટાળી દેજે.
પ્રથમ નોરતે વિનવું કુળદેવી તું કરુણામયી,
જન્મોજન્મનાં પાતક મારાં પ્રજાળી દેજે.
એક આધાર છે જગદંબા સદૈવ મને તારો,
મારી વૃત્તિને નિરંતર સન્માર્ગે વાળી દેજે.
તારી કૃપા જેના પર હોય એ ભાગ્યશાળી,
સંસાર તાપે શેકાતાને તું ગોદ હૂંફાળી દેજે.
સ્તુતિ, પ્રાર્થના કે સ્તવન કશું મા ન આવડે,
જીવવા કાજે આધાર માનવતાની ડાળી દેજે.
શરણાગત છું જગજનની ભૂલોથી ભરેલો,
માનો પ્રેમ આપીને મુજ શિર પંપાળી દેજે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.