સાવ અલગ જ તાસીર છે આ હિન્દુસ્તાન ની જ્યાં મહાભારત વાવીએ ને ગીતા ઉપજે
બાકી હજીયે જનક જેવા હળ હાંકે તો હજીયેય સીતા નીકળે
હજીયેય કૃષ્ણ ની કેળ માં ફોરતા હજીયે ય વાંસળીના ટુકડા નીકળે
હજુયેય ઝબૂકે છે ઈ લક્ષમણ રેખા કે જ્યાં હજુયેય રાવણો બીતા બીતા નીકળે
સાવ અલગ જ તાસીર છે આ હિન્દુસ્તાન ની જ્યાં મહાભારત વાવીએ ને ગીતા નીકળે...
-Vijay