આવેલી આફતમાંથી અવસર શોધીને મનાવીશ હું.
હોય તું સંગાથે પછી એમ કરવામાં સદા ફાવીશ હું.
છે મારે મનોબળ એક તારા કૃપાભાજન હોવાનુંને,
કાળમીંઢ પથ્થર જેવા પ્રારબ્ધને પણ પલટાવીશ હું.
કર કસોટી હરિવર જેટલી કરવી હોય તારે; મંજૂર,
મહેનત કરીને મુસ્કુરાટ મારા ચહેરા પર લાવીશ હું.
હું પણ કાંઈ ઓછો નથી કે ઊણો ઊતરું પરીક્ષામાં,
તારા જ નામે તારા દ્વારે હસતો હસતો આવીશ હું.
થશે તનેય આનંદ અદભુત મારી સફળતાને જોઈને,
પુલકાવીશ ગાત્રો તારાંને નૈનને પણ ઊભરાવીશ હું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.