કવિ શ્રી મણીશંકર રત્નજી ભટ્ટ, ઉર્ફે કવિ કાન્ત ના ખંડકાવ્યો અને તેમના જીવનચારિત્ર્ય વાંચવાની ખૂબ મજા પડે છે. કોઈપણ સમયે વાંચો વાંચવામાં કંટાળો નથી આવતો. એમના જીવનની ઘણીબધી વાતો છે જે શીખવા જેવી છે અને ઘણીબધી વતોનો સ્વીકાર તમે ન પણ કરી શકો. આશરે ત્રણ-ચાર વર્ષ પહેલાં તેમના જીવન પર આધારિત એક એકાંકી પણ જોયું. આ એકાંકી પદ્યમાં હતું. વનમેન શૉ અને 3 કલાકનું પદ્ય એકાંકી "જળ ને પળદે" જોવાની મજા કંઈક અલગ હતી..જેમાં કવિ શ્રી કાન્ત ની ભૂમિકા શ્રી કમલભાઈ જોષી, જેઓ નાટ્યકાર છે એમણે અદા કરી હતી આશરે 60 થી પણ વધુ સફળ શૉ આ એકાકીના થઈ ચૂક્યા છે. ભારતીય નાટ્યશાસ્ત્રના સાતે-સાત રસોથી છલોછલ આ પદ્ય એકાંકી ને ભૂલી શકાતું નથી.
#કવિ_કાન્ત