તારા જેવો કોને હું ગણાવું હરિવર !
એમાં હું ક્યાંથી કદી ફાવું હરિવર !
કરુણા તારી અપરંપાર મેં ભાળી,
કૃપા કરી દેતો તું દુઃખડાંને ટાળી,
હું તો બસ તારે દ્વારે આવું હરિવર !
તારા જેવો કોને હું ગણાવું હરિવર!
તારા વિયોગે મુજ અંતર કેવું તડપે!
મુસીબતોમાં તું હોય જાણે કે પડખે,
શરણ તારું એક હું બિરદાવું હરિવર!
તારા જેવો કોને હું ગણાવું હરિવર !
કૃપાદ્રષ્ટિ તારી જ્યાં જીવ પર થાતી,
માયા સઘળી સહજ પ્રભુ ભૂલાતી,
હું તો ઉપકાર તારા સરાહું હરિવર!
તારા જેવો કોને હું ગણાવું હરિવર !
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.