*જતીન ભટ્ટ (નિજ) ઉવાચ*
_**હસે એનું ઘર વસે પણ
ઘર વસ્યા પછી કેટલા હસ્યા**_
એક રવિવાર સવારના 10 વાગ્યા ના કમાકાકા ના ઘર ના ડાયલોગ :
કાકી : 'આ તારો કાકો નવાઈ નો લાફિંગ ક્લબ માં જોઈન્ટ થયો તે રોજ જ સવાર સવાર માં બગીચામાં જઈને ખાલી ખોટું હસ્યા કરે અને ઘેર આવીને આખો દિવસ મને બચકા ભરે...'
'એ તો કાકી આખા દિવસનો સ્ટોક સવાર સવારમાં માં ખલાસ થઈ જાય એટલે'
'ના ના પણ તું એ ડોહા ને સમજાવ કે ઘરે આવીને મને વડચકા ના કરે '
હવે આ કાકી એટલે અમારા બધા મિત્રો ના પ્રિય કમુકાકી
અને આ ડોહા એટલે અમારા પ્રિય કાકા કમળાશંકર એટલે કે
કમાકાકા...
હવે આ કમાકાકા એ સરકારી નોકરી કરેલી એટલે આખો દિવસ ગંભીર રહેતા હતા,
એજ સ્વભાવ નિવૃતિ પછી પણ ચાલુ રહ્યો,
એટલે કમુકાકી એમનાથી કંટાળેલા હતા
એટલે બાજુ વાળા હસમુખ કાકા એ કમાકાકા ને લાફિંગ
ક્લબ માં જોઈન કર્યા,
વસતાર કશો નઈ એટલે કાકા ને કાકી વચ્ચે આવું તૂતૂમેંમેં ચાલ્યા કરે,
અને અમને પણ મનોરંજન મળ્યા કરે,
' ઓ કાકા કેમ કાકી ને હેરાન કરો'
'હું હેરાન કરું છું?, આ તારી કાકી મને હેરાન કરે છે'
"અરે પણ થયું છે શું ?
'એને વેનેઝુએલા જવું છે?
'કેમ'????!!!!!!!
'1 કિલો બટાકા લેવા'
'????!!!!!!'
'જ્યારથી એણે પેપરમાં વાંચ્યુ છે કે વેનેઝુએલા માં 1 લાખ રૂપિયા માં 1 કિલો બટાકા મળે છે ત્યારથી જીદે ભરાઈ છે, બસ મને કહે મને ત્યાં લઈ જ જાઓ, મારે ત્યાં જઈને એક લાખ ના બટાકા લઈ ને ફોટા ને વિડીયો બનાવી ને ને ફેસબુક , ઇનસ્ટા , વોટ્સએપ પર મૂકવા છે,
જતલા, જતલા(મારું નામ એમણે' જતલા' પાડયું છે) તને શું કહું આવીને આવી ડિમાન્ડ કરે પછી મગજ ફટકે કે નઈ'
'ઓત્તારી'
'ને તું પાછો કાકી નું ઉપરાણું લઈ ને આવે, ને પાછો મને કહે કે કાકા હસતાં રહો, તો શું તંબૂરો હસે.....'
કાકા હસ્યા કે નઈ એતો ખબર નઈ પણ હું ખડખડાટ હસતો હસતો બહાર નીકળી ગયો...
બસ તો આવીને આવી મીઠી નોકઝોક લઈને પાછા મળીશું
આવજો, આવજો
.
.
..
*જતીન ભટ્ટ (નિજ)*