હતી ખોટ ક્યાંક તારામાં પણ
પૂછી લેજે શુ શોધી રહી જિંદગી મારામાં?
સવાલો ના ઢગલાબંધ પોટલાં બાંધ્યાં છે
જવાબ આપવા માટે કોઈ કયા તૈયાર થાય છે?
થાય છે દરરોજ એક જ કામ લડવાનું
લઈ હાથમાં મીણબત્તી રસ્તાઓ રોકવાનું ?
ડર ઘર કરી ગયો છે કોઈ ના પકડી લે
આવશે કોઈ બચાવવા એ વિચાર કરી નહીં જીવવાનું?
હર્ષા દલવાડી તનુ.