મુંબઈ નાં ખ્યાતનામ ડોકટર ખુબ જ હોશિયાર.. શાંત પ્રકૃતિનાં હતા. અઢળક સંપત્તિ.. સંતાનમાં એક જ દિકરો. દીકરાનું નામ પ્રેમ. ડોક્ટરે અને એની પત્ની મમતાએ પ્રેમ નાં ઉછેર માં કોઈ કમી રાખી ન હતી. જે માગ્યું એ આપ્યું... ભણાવી ગણાવીને એને પણ ડોકટરી લાઈન માં જોડીઓ...
પ્રેમ પોતાના મિત્રો સાથે પુના ફરવા ગયો... પાછા ફરતા ગાડીનું અકસ્માત થાય છે તેમાંથી ત્રણ મિત્રો ને ગંભીર ઇજા થાય છે એને નજીકની હોસ્પિટલ માં સારવાર લેવામાં આવી પણ.. પ્રેમ ઘટના સ્થળે જીવ ગુમાવી દે છે...
પ્રેમના મોબાઈલ માંથી એના ઘરે ફોન કરવામાં આવે છે. ડોક્ટર સાહેબ અને એની પત્ની મમતા નાં હોશ કીશ ઉડી જાય છે. ડૉક્ટર સાહેબે પોતાની ઉંમરમાં ખુબ જ નાના મોટા, સ્ત્રીઓ, પુરુષો, બાળકો વગેરે માણસોએ આત્મહત્યા કરનાર, અકસ્માત થનાર વ્યક્તિના પોસ્ટમોર્ટમ કરીને ડોક્ટર ને છાજે એવુ કામ કરી પોસ્ટમોર્ટ કરવાનો રેકોડ બનાવેલ. પોતાની હોસ્પિટલ નાં રૂમ નંબર 13 માં પોતાનાં દીકરાનું પોસ્ટમોર્ટ કર્યું.. ત્યાર થી એ હોસ્પિટલ નો રૂમ નંબર 13 સદાય ને માટે બંધ થઈ ગયો...