માન અપમાન મન ના ખેલ,
ચિત્ત ચૈતન્યમય બની ખેલ,
હુંસાતુંસી તારા મારી અહીં,
ખૂદમાં તન્મય , બધુંય મેલ;
પામવાની ચાહત છે દિલ માં,
તૃષ્ણા છે હકીકતમાં જ વેલ;
કર્મ કદમ સકામ નિષ્કામ જો,
આસક્તિ મહીં , દુઃખને ઝેલ;
ભરી લો પ્રેમ સ્વરૂપ ત્યાગ માં
આનંદ જીંદગી ,તણી આ હેલ;
-મોહનભાઈ આનંદ