બેંગલોર ની શાન, વિધાનસભા ભવન. નજીક કબ્બન પાર્ક નામે ખૂબ વિશાળ બગીચો છે જેમાં ફોરેસ્ટખાતાંએ ઉછેરેલ ખૂબ જુનાં અને 60- 70 ફૂટથી પણ ઊંચાં , પચીસ ત્રીસ ફૂટ દૂર લંબાતી ડાળી વાળાં વૃક્ષો છે. અંદરથી મોટો જાહેર માર્ગ પણ પસાર થાય છે. અંદર લાલ પથ્થરની સો ઉપરાંત વર્ષ જૂની લાયબ્રેરી છે. કહેવાયું કે તે ખૂબ મોટી, કલ્પના પણ ન આવે એવડી છે.
આ વિધાનસભા સામેની લોનમાં 1996 માં આવેલો ત્યારે લોકો બેસતાં અને ફરતાં. એક વખત ટેરરિસ્ટ એટેક નો પ્રયત્ન થયા પછી બહાર વાડ બાંધી દીધી છે. રેલિંગ ની બહાર સેલ્ફી પોઇન્ટ્સ પુરતાં છે. લોકોનું એક ફરવાનું સ્થળ છે.
અમે 6.45 વાગે પહોંચ્યાં ત્યારે તો ઘોર અંધારું હતું.
દર રવિવારે અને રજાના દિવસે આવી રોશની થાય છે. રંગબેરંગી લાઈટોથી સફેદ બિલ્ડીંગ ચમકી ઉઠે છે. એ અદભુત રોશની જોવાનો લ્હાવો અચૂક લેવા જેવો.