વકીલશ્રીઓ માટેની માનસિકતા જન સમુદાય એ બદલવી જોઈએ. દરેક વકીલો સાચાનું જૂઠું નથી કરતાં અને જૂઠાનું સાચું કરવાવાળા નથી હોતાં.
સાચા વકીલશ્રીઓ પોતાના પ્રોફેશનલ ઍથીક્સ ને ફૉલો કરતાં હોય છે. એમના માટે અસીલ પ્રત્યેનો ધર્મ સર્વશ્રેષ્ઠ હોય છે. વકીલ સમાજની વ્યવસ્થાનું એક સાચું દર્પણ કહેવાય છે. જે સમાજ અને તે સમાજના વ્યક્તિઓને નીતિ અને નિયમોથી બાંધી રાખે છે. વકીલાતનો વ્યવહાર અને વ્યવસાય એ ધંધો નથી પણ એક પ્રોફેશનલ પ્રોફેસન છે. વકીલાત એ પવિત્ર વ્યવસાય છે જેમાં દરેક વ્યક્તિઓને સમાન ન્યાય મળતો હોય છે. આ વ્યવસાય આપણને નીતિ-નિયમો પ્રત્યે જાગૃત બનાવે છે. કોઈપણ અપરાધી કે અસીલ માટે વકીલશ્રીઓ કે ડૉક્ટરો ક્યારેય પણ કોઈપણ પ્રરકારનો ભેદભાવ રાખતાં નથી હોતાં.. આપણાં દેશને આઝાદી અપાવવાનો સૌથી મોટો સિંહ ફાળો અને શ્રેય વકીલશ્રીઓના શિરે જાય છે. આપણા જન સમાજના વ્યક્તિઓની પણ ફરજ બને છે કે વકીલશ્રીઓ માટે અશ્લીલ ઉદ્દબોધન ન કરવું જોઈએ.. દા.ત કાળો કોર્ટ એ બધું......વકીલાત એ એક મોટો કાયદાઓનો મહાસાગર છે, જેમાં આપણાં દેશનાં અઢળક કાયદાઓ એ મહાસાગરમાં સમાવિષ્ટ છે. દરેક વ્યક્તિઓ એ મહાસાગરને પાર કરી શકે તેવા નથી હોતાં,માત્ર વકીલ જ મરજીવો બનીને એ મહાસાગરમાં ડૂબકી લગાવી શકતો હોય છે.
#વકીલ