સમય સાથે લડાઈ થઇ ગઇ;
ના થવાની એ વાત થઇ ગઇ;
જોતો રહ્યો રાહ જેને મળવાની,
એના ઇંતેજારમાં રાત થઇ ગઇ;
મળી'તી આંખો ઘડીભર ત્યાંજ,
અલગ પડવાની ક્ષણ થઈ ગઈ;
મળ્યા' તા અમે ન મળ્યા બરાબર,
એવી અધુરી મુલાકાત થઇ ગઇ;
ભલે ચાલ્યા સાથે એ કદમ બે કદમ,
એમાં કેટલી સુંદર એ વાટ થઇ ગઇ;
છુટા પાડીને કેટલો ખુશ છે સમય,
તેથી સમય સાથે લડાઈ થઇ ગઇ;