કોઈ ના રોકી શકે મને તને સંભારતાં.
કોઈ ના રોકી શકે મને તને વિચારતાં.
વસી છો તું મુજ અંતરે થૈ સ્વપ્નદેવી,
કોઈ ના રોકી શકે મને તને સત્કારતાં.
દસ્તક તારી દિલના દ્વારે છે નિરંતર,
કોઈ ના રોકી શકે મને તને સ્વીકારતાં.
સર્વસ્વ છો મારું તું અંતરની રાણી,
કોઈ ના રોકી શકે મને તને આવકારતાં.
ઉરથી ઉરનું મિલન પરભવની પ્રીત,
કોઇના રોકી શકે મને તને પોકારતાં.
બની ગઈ છો શ્વાસસરગમે સંગીત,
કોઈ ના રોકી શકે મને તને નિહાળતાં.
બનીને હસ્તરેખા દૈવે વસી છો તું ને,
કોઈ ના રોકી શકે મને તને શણગારતાં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.