સમય ક્યાં છે???
ભીતર મા ઘણી વ્યથા નો ઘૂઘવતો
સાગર છુપાવી બેઠો છું...
આખો મા ઘણા રાઝ
છુપાવી બેઠો છું
બહાર થી હસતું મોં રાખી ને
દીલ માં દર્દ છુપાવી બેઠો છું,
ચાલતા શીખતાં ઠોકર ખાધી ઘણી
છતાં ચાલવા ની કોશિશ કરું છું,
પીઠ પાછળ ખમ્યા છે ઘણા અસહ્ય ઘા
છતાં પીઠ મજબૂત રાખી બેઠો છું,
ઉપર છલ્લું પુછાઈ અહીંયા
કેમ છો?? મજા મા ને??
હા મજા મા છું હસી ને
ટૂંકો જવાબ આપું છું ...
કરવી છે મારે ઘણી
નિરાંતે દીલ ની વાત
સમય ક્યાં છે?? આજકાલ
લોકો આગળ બેસવા ને....
સમય ક્યાં છે?? આજકાલ
લોકો આગળ વાત નિરાંતે
સાંભળવા ને... ..
હિરેન વોરા