માર મમ્મી-પપ્પા
થાક ઘણો હતો એમની આંખોમાં પણ મને મહેસુસના થવા દીધુ,
આંખો મા ઉંઘ ઘણી હતી છત્તા પણ ચિંતા મા જાગતા જોયા છે.
મારા માટે એમને બધુ જતુ કર્યુ પણ મને મહેસુસના થવા દીધુ,
કામ કરી હાથ અને શરીર બંને થાકી ગ્યા તા પણ મને મહેસુસના થવા દીધુ,
કોઈ ને પોતાની તકલીફ કહેતા ન હતા પણ અડધી રાતે પણ ખુલી આંખે મારા ભવિષ્યના સપના જોતા જોયા છે.
એક એક રૂપિયો બચાવી મારા સપના ખરિદતા જોયા છે
તકલીફ ઘણી હતી પણ હિમ્મત હાર્યા વગર મેહેનત કરતા જોયા છે.
-સાગર ચાવડા..