આજે International Girl Child Day નાં દિવસે મારો કૃષ્ણ સાથેનો સંવાદ:-
હે કૃષ્ણ, શું દ્રૌપદીની જેમ તને હાથની આંગળીમાં સાડી ફાડીને પટ્ટી બાંધે તેમ કોઈ તને પટ્ટી બાંધે તો જ એનું ચિરહરણ અટકાવી શકે? શું આજે દરરોજ આટલા બધાં બળાત્કાર થાય છે તે તને દેખાતા જ નથી? રાહ જુએ છે કે એ બધી તારી પાસે આવીને યાચના કરે પછી જ તુ એને બચાવે? મહાભારતનું તો હું સમજી ગઈ કે અન્યાય સામે ન્યાયનું પલડુ ભારે કરવાની જરુર હતી, પણ મહાભારતના યુદ્ધમાં તો તુ પોતે હાજર હતો. એટલે વધારે કોઈ ખોટું થવાની શક્યતા ન હતી. અત્યારે તો તુ જો, મોટા મોટા દેશો પોતાની તાકાત બતાવવા નાના નાના દેશો પર હુમલો કરે છે. ત્યાંની પ્રજાનું દુઃખ તને દેખાતું જ નથી.
હે કૃષ્ણ, તારી ખરી જરુર કલિયુગમાં છે. જલદી આવ. આ બધી નારીઓ અને નાની નાની છોકરીઓનું રક્ષણ કર. આ બધાં યુદ્ધ અટકાવ. એનાથી થતી ખુવારી આજનો માનવી સહન નહીં કરી શકે.
#સુપ્રભાત