માનસિક શબ્દ
અનેકવિધ અર્થ માં વપરાતો
વિશાળ સાગર જેવો છે!
કયાં કેમ વાપરવો!
હર ઇન્સાન ના વ્યક્તિત્વમાં
તેની માનસિકતા છુપાયેલ હોય છે!
લોક ડાઉન દરમિયાન ૯૯% લોકોની
માનસિકતા માં અનેરા પરિવર્તન
આવ્યા છે તે કોઈ નકારી શકે તેમ નથી!
અનેક ની માનસિકતા છતી પણ થઈ!
આપણે ઘણી વખત સાંભળવા મળતું હોય છે,
જે મારા તમારા માટે જ હોય છે!
એમની માનસિકતા જ એવી છે!
એને કંઈ ના થાય તે માનસિક રીતે મજબૂત છે!
અરે ભાઈ તેને સંભાળજો તેને તરત માનસિક
અસર થાય છે!
માણસ સમાજ,મિત્રો અને સ્નેહી થી દુર થાય
ત્યારે તેને માનસિક બીમારી નું નામ આપવામાં
આવે છે!
લાગણીસભર અને હુંફાળા પારિવારિક સગપણ
કદી માનસિક બીમારી ના આપે!
માનસિકતા એક એવો પાવર છે જે માનવીને
પ્રગતિ કે અધોગતિ તરફ લઈ જાય છે!
આપણે આપણી માનસિકતા નો
ધીરજપૂર્વક અભ્યાસ કરી તેમાં સમય પ્રમાણે
પરિવર્તન કરવા અનિવાર્ય છે!
તોજ આપણે આપણા કુટુંબ,સમાજ,દેશ,મિત્રો
સગા સંબંધી સાથે હળીમળી ને આનંદ ની
જિંદગી જીવી શકીશું!
#માનસિક