¤ માનસિક ¤
¤ ભૌતિક વિકાસ ભરપૂર થયો હોવા છતાં પણ
માણસની માનસિક સ્થિતિ ભરપૂર કથળી ગઈ છે,
દુઃખે પેટ ને કૂટે માથુ જેવી સ્થિતિ આ મહામારીએ પેદા કરી દીધી છે, પેટનો દુઃખાવો મટતો નથી અને માથાનો દુઃખાવો નિરંતર વધતો રહે છે, આમ બેવડા
મારે માનસિક સંતુલન બગાડી દીધું છે ને એને સુધરતાં
વર્ષો નિકળી જશે, રોજેરોજ બદલાતા નિયમો અને
વધતી જતી દંડાત્મક કાર્યવાહીની સાથે ભાંગી પડેલ
કામધંધાનો માર આ બધું ભેગું મળતાં આબાલ-વ્રૃદ્ધ
સૌ માટે ગંભીર પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે, એટલું જ નહીં, દિવસેને દિવસે ગંભીર બનતી જાય છે, માથું
કૂટાતું રહે છે અને પેટનો દુઃખાવો મટતો નથી,,,,!
¤ જગદીશ(કેશવ)ગજ્જર ¤
**** વણોદ ****
#માનસિક