#પોસ્ટમેન
ટપાલ.....ટપાલ......! કરતો પોસ્ટમેન આવે,
સંદેશા કઈ કેટલાંય લાવે........
ડેલીએ ઊભી કોડભરી કન્યા,
પિયુનો પ્રેમ નીતરતો પત્ર લાવે........
આંખે અંજાયુ મોતીયા મણી,
મા જોતી રાહ સપૂતનો કાગળ ન આવે.....
ટપાલ.....ટપાલ...! કરતો પોસ્ટમેન આવે,
સંદેશા કઈ કેટલાંય લાવે.......
સાસરીયે હું ખૂશી મજામાં,
પિતાને રાહત દેતો પત્ર દુખી દિકરીનો આવે.....
ધુંધટતાણી ઝરુખે બેઠી,
વાટ જોતી ચબરખી એક મહીયરથી આવે.....
આશા ઓનો ભર્યો ખભે ઝોળો,
સૌની ઈચ્છા પૂરી કરતો પોસ્ટમેન આવે.....
ટપાલ....ટપાલ....! પોસ્ટમેન.......
🙏જય શ્રીકૃષ્ણ 🙏